મોઢેરા રોડ પર કોન્ટ્રાક્ટરની મનમાનીનો આક્ષેપ, ચેમ્બર તોડતા રહીશોમાં રોષ
મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોઢેરા રોડ પર કરોડોના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટરની મનમાની અને અસભ્ય વર્તનના આક્ષેપોને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહુચર કૃપા સોસાય
મોઢેરા રોડ પર કોન્ટ્રાક્ટરની મનમાનીનો આક્ષેપ, ચેમ્બર તોડતા રહીશોમાં રોષ


મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોઢેરા રોડ પર કરોડોના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટરની મનમાની અને અસભ્ય વર્તનના આક્ષેપોને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહુચર કૃપા સોસાયટીને જોડતી ગટર લાઇન તથા વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર કોન્ટ્રાક્ટર દ્વારા મોડી રાત્રે સોસાયટીના હોદ્દેદારો કે રહીશોને જાણ કર્યા વિના જેસીબીથી તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ છે.

રહીશોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીની ચેમ્બર તોડી પાડવાથી આગામી ચોમાસામાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. સોસાયટીમાં પાણી બેક મારવાની અને પાણી ભરાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ આ અંગે કોન્ટ્રાક્ટર પાસે રજૂઆત કરતાં મહિલાઓ અને વડીલો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળાગાળી અને દાદાગીરી કર્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાને લગતા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.

સમગ્ર વિવાદની જાણ થતાં મહેસાણા મહાનગરપાલિકાના મેયર અને સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રહીશોને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

બહુચર કૃપા સોસાયટી સહિત મોઢેરા રોડ વિસ્તારના રહીશોએ મનસ્વી રીતે કામગીરી કરનાર અને સ્થાનિકો સાથે ગેરવર્તણૂક કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. રહીશોએ કોન્ટ્રાક્ટરને ડિફોલ્ટ જાહેર કરી કોન્ટ્રાક્ટ રદ કરવા અથવા બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ ઉઠાવી છે. સમગ્ર મામલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande