
સેન્ટ લુઇસ, નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે, શાનદાર વાપસી કરતા ઇતિહાસ રચ્યો. તેમણે ગુરુવારે ફેબિયાનો કારુઆનાને હરાવીને ગ્રાન્ડ ચેસ ટૂર ફાઇનલ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
ફાઇનલના છેલ્લા દિવસે પ્રજ્ઞાનાનંદ છ અંકોના મોટા અંતરથી પાછળ હતા, પરંતુ તેમણે જબરદસ્ત પ્રદર્શન કરતા બંને રેપિડ બાજીઓ જીતી લીધી. આ પછી બ્લિટ્ઝમાં દબાણભર્યા મુકાબલા છતાં લીડ જાળવી રાખીને 15-13 ના સ્કોરથી ખિતાબ પોતાના નામે કર્યો.
આ પ્રજ્ઞાનાનંદના કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો ખિતાબ છે. આ જીત સાથે તેમને બે લાખ અમેરિકી ડોલરની ઇનામી રકમ મળી.
કારુઆનાએ ક્લાસિકલ મુકાબલાઓ પછી છ અંકોની લીડ બનાવી રાખી હતી. પ્રજ્ઞાનાનંદે જોકે રેપિડ અને બ્લિટ્ઝમાં મુકાબલાનો રૂખ સંપૂર્ણપણે બદલી નાખ્યો. તેમણે પહેલા ક્લાસિકલ મુકાબલામાં 0-6 થી હારનો સામનો કર્યો, જ્યારે બીજો મુકાબલો 3-3 થી ડ્રો રહ્યો. આ પછી તેમણે બંને રેપિડ મુકાબલા જીતીને લીડ મેળવી અને ચાર બ્લિટ્ઝ બાજીઓમાં તેને જાળવી રાખી.
ખિતાબી જીત પછી પ્રજ્ઞાનાનંદે કહ્યું કે, તેઓ આ ખિતાબ જીતીને ખુશ છે. તેમણે ગ્રાન્ડ ચેસ ટૂરને વિશ્વ ચેમ્પિયનશિપ પછી પરંપરાની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ સ્પર્ધાઓમાંની એક ગણાવી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ