બહુચરાજી APMCની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ, 14 ડિરેક્ટરો માટે ઉમેદવારી ફોર્મ ભરાશે
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવતી બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. APMCની ચૂંટણીને લઈને આજે સવારે 11 વાગ્યાથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
બહુચરાજી APMCની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ, 14 ડિરેક્ટરો માટે ઉમેદવારી ફોર્મ ભરાશે


મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.)

મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવતી બહુચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. APMCની ચૂંટણીને લઈને આજે સવારે 11 વાગ્યાથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ સ્થાનિક રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે.

બહુચરાજી APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 મળી કુલ 14 ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવશે. આ માટે ઉમેદવારો દ્વારા આજે સવારે 11 વાગ્યાથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણીનું મતદાન આગામી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મતદાર સંખ્યાની વાત કરીએ તો ખેડૂત વિભાગમાં કુલ 367 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે વેપારી વિભાગમાં માત્ર 13 મતદારો મતદાન કરશે. આમ, બંને વિભાગના કુલ 380 મતદારો દ્વારા 14 ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવશે.

ચૂંટણીની જાહેરાત સાથે જ APMCમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે રાજકીય પક્ષો અને સ્થાનિક આગેવાનોમાં હલચલ જોવા મળી રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં આગામી દિવસોમાં ચૂંટણીના સમીકરણો વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. ખાસ કરીને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે દાવેદારોની સંખ્યા અને સ્થાનિક રાજકીય સમર્થન પર સૌની નજર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande