ઊંઝા પુસ્તકાલયમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) ઊંઝા શહેરમાં આવેલા શેઠ મગનલાલ રવિકરણદાસ પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મેઘાણીની તસવીરને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હત
ઊંઝા પુસ્તકાલયમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી


મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) ઊંઝા શહેરમાં આવેલા શેઠ મગનલાલ રવિકરણદાસ પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મેઘાણીની તસવીરને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તેમના જીવન તથા સાહિત્યિક પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શેઠ મગનલાલ રવિકરણદાસ પુસ્તકાલય ટ્રસ્ટના ઉપપ્રમુખ તથા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના કારોબારી સભ્ય જશુ એન્જિનિયરના હસ્તે સ્વ. ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં મેઘાણી દ્વારા રચિત વિવિધ સાહિત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં વાચકો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ, 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. ગુજરાતના લોકસાહિત્ય, સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમણે અમૂલ્ય પ્રદાન કર્યું હતું. કવિતા, નવલકથા, નવલિકા, લોકસાહિત્ય સંશોધન અને પત્રકારત્વ સહિતની વિવિધ સાહિત્યિક વિધાઓમાં તેમણે નોંધપાત્ર સર્જન કર્યું હતું. મહાત્મા ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું હતું.

કાર્યક્રમમાં પુસ્તકાલય ટ્રસ્ટના પ્રમુખ તેજપાલ પટવા સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખે વાચકોને મેઘાણીના સાહિત્યનો અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande