તાવડીયા રોડ પર કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ મહેસાણા,
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) મહેસાણા શહેરના તાવડીયા રોડ પર આવેલી સંકેતનગર સોસાયટી પાસેના સમર્પણ વિલામાં રક્ષાબંધનના દિવસે કાર પાર્કિંગની બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. બંને પક્ષે લાકડાના ધોકા, પાટિયા અને ઈંટો વડે
તાવડીયા રોડ પર કાર પાર્કિંગ મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.)


મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.)

મહેસાણા શહેરના તાવડીયા રોડ પર આવેલી સંકેતનગર સોસાયટી પાસેના સમર્પણ વિલામાં રક્ષાબંધનના દિવસે કાર પાર્કિંગની બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. બંને પક્ષે લાકડાના ધોકા, પાટિયા અને ઈંટો વડે હુમલો કર્યાના આક્ષેપો સાથે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામી ક્રોસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનામાં 14 વર્ષીય સગીરા સહિત બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી.

ફેડરલ બેંકમાં કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર રામજીભાઈ સોલંકીની ફરિયાદ મુજબ, રક્ષાબંધન નિમિત્તે તેમના ઘરે આવેલા મહેમાનની કાર સોસાયટીના ગેટ પાસે પાર્ક કરાવવા બાબતે પાડોશી પૂનમભાઈ પરમાર, તેમના પત્ની ભારતીબેન અને પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પૂનમભાઈના પુત્રે લાકડાનું પાટિયું લાવી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજી તરફ કડિયાકામ કરતા પૂનમભાઈ ખોડાભાઈ પરમારે નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિપુલભાઈના મહેમાને તેમની ગાડી ઘર આગળ પાર્ક કરતાં ગાડી અન્યત્ર મૂકવા કહેતાં સામેવાળા લોકો ઉશ્કેરાયા હતા. ત્યારબાદ ગાળાગાળી કરી વિપુલભાઈ, તેમના પત્ની મીનાક્ષીબેન સહિતના લોકોએ તેમના ઘર આગળના CCTV કેમેરાની તોડફોડ કરી લાકડાના ધોકાથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. પરિવાર ઘરમાં સંતાઈ જતાં ઈંટો વડે પથ્થરમારો કરી બારીઓના કાચ તોડ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ઈજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ગુનો નોંધી CCTV ફૂટેજ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande