ઊંઝા ગંજબજારમાં જીરું, વરિયાળી, અજમો અને સુવાની આવક, ભાવમાં ગુણવત્તા પ્રમાણે તફાવત
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) ઊંઝા ગંજબજારમાં વિવિધ મસાલા પાકોની આવક નોંધાઈ હતી. જેમાં જીરું, વરિયાળી, અજમો અને સુવાની વિવિધ ગુણવત્તા પ્રમાણે વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે અલગ અલગ ભાવ મળ્યા હતા. ગંજબજારમાં દૈનિક અંદ
મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.)


મહેસાણા, 29 ઑગસ્ટ (હિ.સ.) ઊંઝા ગંજબજારમાં વિવિધ મસાલા પાકોની આવક નોંધાઈ હતી. જેમાં જીરું, વરિયાળી, અજમો અને સુવાની વિવિધ ગુણવત્તા પ્રમાણે વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે અલગ અલગ ભાવ મળ્યા હતા.

ગંજબજારમાં દૈનિક અંદાજે 8000 બારા જીરાની આવક નોંધાઈ હતી. જીરાના એવરેજ ભાવ પ્રતિ મણ રૂ.3700થી 3800 રહ્યા હતા. જ્યારે બોલ્ડ જીરું રૂ.4250થી 4300, સેમી જોઢ રૂ.4000થી 4250, સુપર રૂ.3950થી 4000, બેસ્ટ રૂ.3900થી 3950 અને મિડિયમ જીરું રૂ.3800થી 3900ના ભાવે વેચાયું હતું. જૂના જીરાના ભાવ રૂ.3750થી 3800 રહ્યા હતા.

વરિયાળીની દૈનિક 1000 બોરીની આવક નોંધાઈ હતી. પ્રીમિયમ ગ્રીન આબુ રોડ વરિયાળીના ભાવ પ્રતિ મણ રૂ.4500થી 5500 રહ્યા હતા. સુપર ગ્રીન રૂ.4500થી 5000, બેસ્ટ ગ્રીન રૂ.4000થી 4500, મિડિયમ ગ્રીન રૂ.3000થી 4000 અને એવરેજ ગ્રીન વરિયાળી રૂ.2000થી 3000ના ભાવે વેચાઈ હતી.

નવા અજમાની દૈનિક 100 બોરીની આવકમાં સુપર ગ્રીન અને બેસ્ટ અજમાના ભાવ રૂ.3000થી 3500, પ્રીમિયમ રૂ.2500થી 3000, સુપર રૂ.2000થી 2500, મિડિયમ રૂ.1500થી 1900 અને એવરેજ રૂ.1300થી 1500 રહ્યા હતા. સુવાની પણ 100 બોરીની આવક નોંધાઈ હતી. બેસ્ટ સુવા રૂ.1800થી 1900, મિડિયમ રૂ.1700થી 1800 અને ચાલુ સુવા રૂ.1500થી 1700ના ભાવે વેચાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande