રાધનપુર પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત 82.75 લાખના દારૂનો નાશ કર્યો.
પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા રૂ. 82.75 લાખથી વધુની કિંમતના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાધનપુર-મહેસાણા હાઈવે પર ચામુંડા માતાજીના મંદિર નજીક
રાધનપુર પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત 82.75 લાખના દારૂનો નાશ કર્યો.


રાધનપુર પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત 82.75 લાખના દારૂનો નાશ કર્યો.


પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા રૂ. 82.75 લાખથી વધુની કિંમતના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાધનપુર-મહેસાણા હાઈવે પર ચામુંડા માતાજીના મંદિર નજીક પોલીસની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 39,034 બોટલ ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 82.75 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande