નવસારીમાં નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત નવસારીમાં બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી
નવસારી, 03 ઓગસ્ટ (હિ.સ.) : નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ, નવસારી દ્વારા દેસાઈ ફાઉન્ડેશન ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હે
Navsari


નવસારી, 03 ઓગસ્ટ (હિ.સ.) : નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ, નવસારી દ્વારા દેસાઈ ફાઉન્ડેશન ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો તેમજ દીકરીઓના શિક્ષણ, મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને દીકરીઓના જન્મથી લઈને શિક્ષણ, સુરક્ષા, સમાન અધિકારો અને આત્મનિર્ભરતા સુધીના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ, સ્ટોકિંગ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાઉન્સેલિંગ, પોલીસ સહાય, કાનૂની માર્ગદર્શન તથા અન્ય જરૂરી સહાય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને પોતાના મોબાઇલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. એપ્લિકેશન દ્વારા ઇમરજન્સીની સ્થિતિમાં મહિલાઓ ઝડપથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે, પોતાની લોકેશન શેર કરી શકે છે તેમજ જરૂરી તાત્કાલિક સહાય સરળતાથી મેળવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande