પોરબંદરમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો.
પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા રાજ્ય સરકારના ‘નારી વંદન ઉત્સવ’ અભિયાન અંતર્ગત આજે બ્લોક હેલ્થ સેન્ટર, પોરબંદર તાલુકા ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અન્વયે મહિલાઓની સુરક્ષા, સલ
પોરબંદરમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો.


પોરબંદરમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો.


પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા રાજ્ય સરકારના ‘નારી વંદન ઉત્સવ’ અભિયાન અંતર્ગત આજે બ્લોક હેલ્થ સેન્ટર, પોરબંદર તાલુકા ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અન્વયે મહિલાઓની સુરક્ષા, સલામતી અને કાનૂની જાગૃતિ હેતુસર ‘ઘરેલુ હિંસા અધિનિયમ (પ્રોટેક્શન ઓફ વુમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયઓલન્સ એક્ટ)’ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઘરેલુ હિંસા અધિનિયમ (પ્રોટેક્શન ઓફ વુમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયઓલન્સ એક્ટ) અંતર્ગત મહિલાઓને કાયદાકીય અધિકારો અને રક્ષણની માહિતી પૂરી પાડવાનો હતો.

સેમિનારમાં કાયદા નિષ્ણાત અને લીગલ એડવાઇઝર યોગેશ નાનેરા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ (પ્રોટેક્શન ઓફ વુમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયઓલન્સ એક્ટ) અંગે ખૂબ જ વિસ્તૃત અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી, જેથી મહિલાઓ પોતાના હકો પ્રત્યે જાગૃત બની શકે.

આ ઉપરાંત, મહિલા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સેવાઓની માહિતી અપાઈ હતી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોરબંદર દ્વારા કચેરીની વિવિધ યોજનાઓથી માર્ગગત કરાયા હતા. મહિલા સશક્તિકરણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ જેવી કે “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વુમન (DHEW) દ્વારા કચેરીની કામગીરી તથા યોજનાઓની માહિતી અપાઈ હતી. સાથે જ “સખી” વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈસ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અને 181 અભયમ ટીમ દ્વારા પોતપોતાની સેવાની કામગીરી અને કટોકટીમાં અપાતી મદદ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.તેમજ મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે મહિલાઓની સુરક્ષા અને કાયદાકીય જાગૃતિના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત આંગણવાડી બહેનોને જ્યુટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ સેમિનારમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ DHEW team દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande