જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ.
પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનાર છે. આ ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે આયોજન બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ.


પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનાર છે. આ ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે આયોજન બેઠક યોજાઈ હતી.જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ, શિસ્તબદ્ધ અને જનભાગીદારી સાથે યોજાય તે માટે આયોજન કરવા તમામ વિભાગો જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં તેમણે તમામ વિભાગોના વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ અગાઉથી સુનિશ્ચિત કરવા પણ ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન 15 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારા ધ્વજવંદન સમારોહ તથા અન્ય કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ મીડિયા કવરેજ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) ચિરાગ ચાંદગુડે, ડીઆરડીએના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડીવાયએસપી ઋતુબેન રાબા તેમજ વિવિધ વિભાગોના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande