પોરબંદર મહાનગરપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત મોનીટરીંગ કમિટીની રીવ્યુ બેઠક યોજાઈ
પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી. તીરથાણીના અધ્યક્ષસ્થાને તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર હર્ષ પટેલની ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત મોનીટરીંગ કમિટીની રીવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં લ
પોરબંદર મહાનગરપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત મોનીટરીંગ કમિટીની રીવ્યુ બેઠક યોજાઈ.


પોરબંદર મહાનગરપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત મોનીટરીંગ કમિટીની રીવ્યુ બેઠક યોજાઈ.


પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર ટી.સી. તીરથાણીના અધ્યક્ષસ્થાને તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર હર્ષ પટેલની ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત મોનીટરીંગ કમિટીની રીવ્યુ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં લીડ બેંકના મેનેજર તેમજ વિવિધ બેંકોના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પી.એમ. સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓની પેન્ડિંગ અરજીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તમામ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય તેમજ નિર્ધારિત લક્ષ્યાંકો મુજબ કામગીરી પૂર્ણ કરવામાં આવે તે અંગે બેંકના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશ્નર એ જણાવ્યું હતું કે પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને સરળતાથી યોજનાનો લાભ મળે, તેમને મહાનગરપાલિકાની કચેરી કે બેંકોના બિનજરૂરી ધક્કા ન ખાવા પડે અને તેમની અરજીઓનો ઝડપી તથા સરળતાથી નિકાલ થાય તે માટે તમામ સંબંધિત અધિકારીઓ સંકલનપૂર્વક કામગીરી કરે.

આ ઉપરાંત બેંકના અધિકારીઓને પી.એમ. સ્વનિધી યોજના હેઠળ વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને લાભ આપવાની સૂચના આપવામાં આવી હતી. યોજનાના અમલીકરણ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો મહાનગરપાલિકા સાથે સંપર્ક કરી તેનો સમયસર ઉકેલ લાવવા પણ તાકીદ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande