સતત વરસાદથી સુખી ડેમની જળસપાટી રૂલ લેવલથી ઉપર જતા એક ગેટ ૩૦ સેમી ખોલી ૯૯૬.૬૮ ક્યુસેક પાણી છોડાયું : કિનારા ગમે એલર્ટ કરાયા
છોટાઉદેપુર , 03 ઓગસ્ટ (હિ.સ.) પાવીજેતપુર તાલુકા તથા સુખી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી રૂલ લેવલથી ઉપર પહોંચતા ડેમનું લેવલ જાળવવા માટે ડેમનો ૫ નંબર નો ગેટ ૩૦ સેન્ટીમીટર
સુખી ડેમ


સુખી ડેમ


છોટાઉદેપુર , 03 ઓગસ્ટ (હિ.સ.)

પાવીજેતપુર તાલુકા તથા સુખી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી રૂલ લેવલથી ઉપર પહોંચતા ડેમનું લેવલ જાળવવા માટે ડેમનો ૫ નંબર નો ગેટ ૩૦ સેન્ટીમીટર સુધી ખોલી ૯૯૬.૬૮ ક્યુસેક પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાવીજેતપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૮ મીમી વરસાદ નોંધાયો છે. અગાઉ પડેલા ૫૫૪ મીમી વરસાદ સાથે કુલ વરસાદનો આંક ૬૦૨ મીમી પર પહોંચ્યો છે. તાલુકાનો છેલ્લા ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૧૦૭૨ મીમી હોવાથી અત્યાર સુધીમાં સરેરાશના અડધાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

સુખી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ડેમના વિસ્તારમાં ૪૬૫ મીમી, જોઝ વિસ્તારમાં ૫૩૦ મીમી તેમજ વડોથ વિસ્તારમાં ૫૦૨ મીમી વરસાદ પડતાં ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

તા. ૨ ઓગસ્ટ સુધી સુખી ડેમનું રૂલ લેવલ ૧૪૬.૫૩ મીટર જાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ ડેમની જળસપાટી ૧૪૬.૫૭ મીટર નોંધાતા પાણીનું સ્તર નિયંત્રિત રાખવા માટે ડેમનો ૫ નંબરનો ગેટ ૩૦ સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યો છે, જેના મારફતે ૯૯૬.૬૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુખી ડેમ નું મહત્તમ લેવલ ૧૪૭.૮૨ હોઈ તે પ્રમાણે ડેમ હાલ ૧૪૬.૫૭ મીટર થઈ જતા ૧.૨૫ મીટર જેટલો જ ખાલી રહ્યો છે.

સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સાવચેત રહેવા તેમજ નદી-નાળાઓ અને ડેમના નીચેવાસમાં બિનજરૂરી અવરજવર ટાળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande