
વડોદરા, 03 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતમાં વડોદરામાં યોગેશ પટેલના અવસાનને કારણે ખાલી પડેલ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત થતાં ભાજપે ઉજવણી શરૂ કરી દીધી છે.
વડોદરાની માંજલપુર વિધાનસભાએ યોગેશ કાકાની લાજ રાખી છે. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499ની લીડથી જીત્યા છે. તો કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા છે.
ભાજપના ઉમેદવાર સતિષ પટેલે કહ્યું હતું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ હાર સ્વીકારીને કહ્યું કે ભાજપે અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં 37.05 ટકા મતદાન બાદ આજે 19 રાઉન્ડની મતગણતરી કરાઈ હતી.
વડોદરામાં માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત મનાતા ભાજપે ઉજવણી શરૂ કરી દીધી છે. 17માં રાઉન્ડના અંતે સતિષ પટેલ 27,448 મતથી આગળ ચાલી રહ્યા છે તો કોંગ્રેસના ભીખા રબારી પહેલા રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા છે, તેમણે 17માં રાઉન્ડના અંતે 21,183 મત મળ્યા છે. જીત નિશ્ચિત મનાતા ભાજપના ઉમેદવારોએ ઉજવણી શરૂ કરી દીધી છે.
મહિલા કાર્યકરો ગરબે ઘૂમી રહી છે.
ભાજપના ઉમેદવાર સતિષ પટેલે કહ્યું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે. તો કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારીને કહ્યું કે ભાજપે અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ