નાના સુરકામાં ‘સહકારી સશક્તિકરણ’ કાર્યક્રમ યોજાયો, કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ
ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નાના સુરકા ગામે કૃભકો સંસ્થા અને નાના સુરકા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સહકારી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન,
કૃષિ મંત્રી ની ઉપસ્થિત માં કાર્યકમ યોજાયો


ભાવનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નાના સુરકા ગામે કૃભકો સંસ્થા અને નાના સુરકા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સહકારી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રને નવી દિશા અને નવા વ્યવસાયિક અવસરો મળ્યા છે. તેમણે શિહોર માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં નવા ડિરેક્ટરોની નિમણૂક થયાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે રાજ્ય સરકારના સહયોગથી યાર્ડને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવી ખેડૂતોને વધુ લાભ મળે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી અંગે તેમણે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે સમયની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું.

કાર્યક્રમ દરમિયાન સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. નાના સુરકા ગામમાં 2,500 વૃક્ષો વાવી તેમના ત્રણ વર્ષ સુધી જતન કરવાનો સંકલ્પ પણ આવકારવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાના સુરકા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, સહકારી આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande