પાદરામાં મગરનો આતંક: દાદાની નજર સામે 12 વર્ષની હેતલને નદીમાં ખેંચી ગયો મગર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
વડોદરા , 03 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા/પાદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ પાસે વિશ્વામિત્રી નદી કિનારે સોમવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પોતાના દાદા સાથે ખેતરે આવેલી 12 વર્ષની હેતલ પર અચાનક મગરે હુમલો કરી તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધ
યુવતી


મગર


મગર


મગર


વડોદરા , 03 ઓગસ્ટ (હિ.સ.)

વડોદરા/પાદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ પાસે વિશ્વામિત્રી નદી કિનારે સોમવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પોતાના દાદા સાથે ખેતરે આવેલી 12 વર્ષની હેતલ પર અચાનક મગરે હુમલો કરી તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધી હતી. પૌત્રીને બચાવવા વૃદ્ધ દાદાએ જીવના જોખમે પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તમામ પ્રયાસો છતાં મગર બાળકીને ખેંચી જતાં તેને બચાવી શકાયી નહોતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મેઢાદ ગામની સીમમાં વિશ્વામિત્રી નદી કિનારે પરિવારનું ખેતર આવેલું છે. રોજની જેમ પરિવારના વડીલ ખેતરની દેખરેખ માટે ત્યાં ગયા હતા અને તેમની સાથે 12 વર્ષની પૌત્રી હેતલ પણ હતી. દરમિયાન હેતલ કુદરતી હાજતે જવા માટે ખેતરના છેવાડે, નદી કિનારા તરફ ગઈ હતી.

તે સમયે નદીમાં રહેલા મગરે અચાનક હુમલો કરી બાળકીને જડબામાં પકડી લીધી હતી. હેતલે મદદ માટે બૂમો પાડતાં નજીકમાં રહેલા દાદા તાત્કાલિક દોડી આવ્યા હતા અને કોઈપણ વિલંબ કર્યા વગર નદીમાં કૂદી પડ્યા હતા. દાદાએ મગરના ચંગુલમાંથી પૌત્રીને છોડાવવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ મગર તેને ઊંડા પાણીમાં ખેંચી જવામાં સફળ રહ્યો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ પાદરા અને કરજણ પોલીસ તેમજ વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

વન વિભાગ દ્વારા તરવૈયાઓની મદદથી બાળકીની શોધ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમાચાર લખાય ત્યાં સુધી હેતલનો કોઈ પત્તો લાગ્યો નહોતો અને શોધખોળની કામગીરી ચાલુ હતી.

આ કરુણ ઘટનાથી સમગ્ર મેઢાદ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સ્થાનિકોમાં પણ વિશ્વામિત્રી નદી કિનારે મગરોના વધતા જોખમને લઈને ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે નદી કિનારાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, ચેતવણીના બોર્ડ અને મગરોથી બચવા માટે અસરકારક સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande