કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાલીકાઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરુપે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાલીકાઓને કીટ વિતરણનો કાર્
બાલીકાઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો


સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરુપે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાલીકાઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના હસ્તે દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓના મંજૂરી હૂકમ વિતરણ, કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજિન કીટ અને એજ્યૂકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરએ કીટ વિતરણ કરી અને તમામ દીકરીઓના વાલીગણને શુભેચ્છા આપી હતી અને દીકરીઓ ભણી-ગણી અને આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી હતી.

આ કીટ વિતરણમાં મહિલા અને બાળ અધિકારી એમ.જી.વારરસુર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande