વેરાવળ ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ રાજેન્દ્રભુવન રોડ પર નીકળેલી રેલી જનજાગૃતિનું માધ્યમ બની
સોમનાથ,3 ઓગસ્ટ (હિ.સ.) સમગ્ર જિલ્લામાં 01 ઓગસ્ટ થી 08 ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારીત “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ નિમિત્તે વેરાવળની ચોકસી કોલેજ, રાજેન્દ્રભુવન રોડ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી. કલેક્
વેરાવળ ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ અંતર્ગત


સોમનાથ,3 ઓગસ્ટ (હિ.સ.) સમગ્ર જિલ્લામાં 01 ઓગસ્ટ થી 08 ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારીત “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ નિમિત્તે વેરાવળની ચોકસી કોલેજ, રાજેન્દ્રભુવન રોડ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી.

કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” ના સ્લોગન ટી-શર્ટ પહેરી જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.

શહેરના રાજેન્દ્રભુવન રોડ પર નીકળેલી આ રેલીમાં 'બેટી બચાઓ બેટી પઢાઓ', ‘દીકરી-દિકરો એક સમાન’, ‘સ્ત્રી ભૃણ હત્યા અટકાવો’, ‘ગર્ભ પરીક્ષણ કરાવવું તે કાયદાકીય ગુન્હો છે’ જેવી વિવિધ બાબતોને વણી લઈ કાઢવામાં આવેલી આ રેલી જનજાગૃતિનું માધ્યમ બની હતી.

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે અલ્પાહારની સુનિયોજીત વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં જિલ્લા પંચાયત પી.સી એન્ડ પી.એન.ડી.ટી સેલના નોડલ ઓફિસર ડૉ .ડી.કે.ગૌસ્વામી અને આસી.પ્રોફેસર યોગેશ કિંદરખેડીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય, મહિલા અને બાળ અધિકારી એમ.જી.વારરસુર, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર-વેરાવળ ડો.અવધેશ ચૌધરી તેમજ ચોકસી કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande