આંકોલવાડી ખાતે વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
ગીર સોમનાથ, 03 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી અંતર્ગત તાલાલા તાલુકાના આંકોલવાડી સ્થિત વિનયમંદિર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ
આંકોલવાડી ખાતે વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ


ગીર સોમનાથ, 03 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી અંતર્ગત તાલાલા તાલુકાના આંકોલવાડી સ્થિત વિનયમંદિર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ તથા પી.સી.પી.એન્ડ.ડી.ટી કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં DHEW (ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલિયાએ “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ના હેતુ વિશે માહિતી આપી હતી. તેમણે “નારી વંદન ઉત્સવ”ના માધ્યમથી મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના તેમજ સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સખી વન સ્ટોપ સેન્ટરના કિંજલબેન મકવાણાએ કેન્દ્રની કામગીરી અને મહિલાઓને ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે માહિતી આપી હતી. આરોગ્ય વિભાગના ફીમેલ હેલ્થ વર્કર તૃષાબેન વ્યાસે વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા, યોગ્ય કાળજી અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના રાધિકા વિરોલિયા, દક્ષા કાચા, શાળાના કર્મચારી જેનિશાબેન પીઠિયા, કોમલબેન પરમાર, DHEW ટીમ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિધાર્થિનીઓને મેસ્ટ્રૂલ હાઈજીન કીટ આપવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande