ગાંધીનગરમાં શ્રી ગુરુ રવિદાસ મહારાજની, ભવ્ય ‘કળશ યાત્રા’નું ઉત્સાહભેર સ્વાગત
- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાએ પવિત્ર કળશનું પૂજન-અર્ચન કરી, ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શિશ નમાવ્યું ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : મહાન સંત, સમાજસુધારક અને ભક્તિ આંદોલનના પ્રણેતા શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી પાવન જન્મ જયં
ગાંધીનગરમાં યાત્રાનું સ્વાગત


ગાંધીનગરમાં યાત્રાનું સ્વાગત


- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાએ પવિત્ર કળશનું પૂજન-અર્ચન કરી, ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શિશ નમાવ્યું

ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : મહાન સંત, સમાજસુધારક અને ભક્તિ આંદોલનના પ્રણેતા શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી પાવન જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નીકળેલી ભવ્ય ‘કળશ યાત્રા’નું આજે ગાંધીનગર ખાતે અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

કળશ યાત્રા ગાંધીનગરમાં પ્રવેશતા જ સ્થાનિક રવિદાસી શ્રદ્ધાળુઓ અને નગરજનો દ્વારા પુષ્પવર્ષા અને ઢોલ-નગારાના તાલે ભવ્ય અગવાની કરવામાં આવી હતી. કળશ યાત્રા દરમિયાન સેંકડો મહિલાઓ પારંપરિક પોશાકમાં માથા પર પવિત્ર કળશ ધારણ કરી જોડાઈ હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પાવન પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી પ્રદ્યુમન વાજાએ પવિત્ર કળશનું પૂજન-અર્ચન કરી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શિશ નમાવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, ગુરુ રવિદાસ મહારાજે આપેલા સામાજિક સમરસતા, સમાનતા અને બંધુત્વના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આ કળશ યાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં કળશ યાત્રાના આગમનથી સમાજમાં એકતા અને શ્રદ્ધાનો નવો સંચાર થયો છે.

નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કળશ યાત્રા નિર્ધારિત સ્થળે પહોંચી હતી, જ્યાં કળશ સ્થાપના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રામાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ તથા વિવિધ સામાજિક હોદ્દેદારો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande