વડનગરની વિરાસતને વૈશ્વિક ઓળખ અપાવવા ‘શ્રાવણોત્સવ 2026’ રીલ સ્પર્ધા, રૂ. 31 હજાર સુધીના ઇનામો
મહેસાણા, 03 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારે વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના હેતુથી ‘શ્રાવણોત્સવ 2026’ અંતર્ગત MyGov પ્લેટફોર્મના સહયોગથી રીલ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. ‘અનંત અનાદિ વડનગર’ થીમ પર યોજાનારી આ સ્પર્ધ
વડનગરની વિરાસતને વૈશ્વિક ઓળખ અપાવવા ‘શ્રાવણોત્સવ 2026’ રીલ સ્પર્ધા, રૂ. 31 હજાર સુધીના ઇનામો


મહેસાણા, 03 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારે વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના હેતુથી ‘શ્રાવણોત્સવ 2026’ અંતર્ગત MyGov પ્લેટફોર્મના સહયોગથી રીલ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. ‘અનંત અનાદિ વડનગર’ થીમ પર યોજાનારી આ સ્પર્ધા દ્વારા યુવાનો, કન્ટેન્ટ ક્રિએટર્સ અને નાગરિકોને વડનગરના ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વૈભવને સર્જનાત્મક રીતે રજૂ કરવાની તક મળશે.

શ્રાવણ માસના ચાર અઠવાડિયામાં અલગ-અલગ વિષયો પર યોજાનારી સ્પર્ધાના પ્રથમ સપ્તાહમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને બૌદ્ધ સંસ્કૃતિના અવશેષોને કેન્દ્રમાં રાખી 1થી 3 મિનિટની રીલ તૈયાર કરવાની રહેશે. સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં વીડિયો બનાવી શકાશે.

વિજેતાઓને પ્રથમ રૂ. 31,000, દ્વિતીય રૂ. 21,000 અને તૃતીય રૂ. 11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. સ્પર્ધકો 2થી 5 ઓગસ્ટ 2026 દરમિયાન gujarat.mygov.in પર આપવામાં આવેલી લિંક દ્વારા પોતાની એન્ટ્રી સબમિટ કરી શકશે.

આયોજકોના જણાવ્યા મુજબ માત્ર ઓરિજિનલ વીડિયો જ માન્ય રહેશે. AI દ્વારા તૈયાર કરાયેલા અથવા સ્ટોક ફૂટેજનો ઉપયોગ કરેલા વીડિયો સ્વીકારવામાં આવશે નહીં. વીડિયો MP4, AVI અથવા MOV ફોર્મેટમાં તેમજ ઓછામાં ઓછા 720p રિઝોલ્યુશનમાં હોવો ફરજિયાત છે. આ પહેલ વડનગરની વિરાસતને ડિજિટલ માધ્યમથી વિશ્વભરમાં પ્રસરાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande