અમદાવાદમાં NEET પેપર લીક-વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે ગુજરાત કોંગ્રેસની વિરોધમાં નહેરુબ્રિજથી સરદારબાગ સુધીની રેલી
અમદાવાદ, 03 ઓગસ્ટ (હિ.સ.) : NEET પેપર લીક મામલે દેશની સંસદના બંને ગૃહમાં એન્ટી પેપર લીક બિલ પાસ થઈ ગયું છે. કોંગ્રેસના રાહુલ ગાંધી સરકારને ઘેરવાના ચલાવી રહેલા NEET પેપર લીક-વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા
Rally from Nehru Bridge to Sardarbagh in protest against Gujarat Congress over NEET paper leak


અમદાવાદ, 03 ઓગસ્ટ (હિ.સ.) : NEET પેપર લીક મામલે દેશની સંસદના બંને ગૃહમાં એન્ટી પેપર લીક બિલ પાસ થઈ ગયું છે. કોંગ્રેસના રાહુલ ગાંધી સરકારને ઘેરવાના ચલાવી રહેલા NEET પેપર લીક-વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધમાં નહેરુબ્રિજથી સરદારબાગ સુધીની રેલી કાઢવામાં આવી

NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વ્યાપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી છે.

સરકારના વિરોધમાં અમદાવાદના નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી અને ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત સરદારબાગ ખાતે ધરણા પ્રદર્શન કરશે.

નહેરુબ્રિજથી રેલીની શરૂઆત થઈ ગઈ છે. ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા રેલી આગળ વધી રહી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. ‘અમિત શાહ રાજીનામું આપો’ના નારા પણ લાગી રહ્યાં છે.

‘વિદ્યાર્થીઓ અને યુવાઓ પરની ખોટી FIR બંધ કરો’ના પોસ્ટર સાથે કોંગ્રેસના નેતાઓએ ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા છે. ‘નરેન્દ્ર મોદી વીક છે, એટલે પેપર લીક છે’ના નારા સાથે રેલી નહેરુબ્રિજ પર પહોંચી છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પહોંચી રેલી શરૂ કરાવી છે. નહેરુબ્રિજથી સરદારબાગ સુધી રેલી યોજાશે. ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા સાથે મોટી સંખ્યામાં લોકો રેલી જોડાયા છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જણાવ્યું કે, ભાજપની સરકાર દરેક વ્યક્તિ પર જુલમ ગુજારી રહી છે. NEET પેપરલીક થયું ત્યારે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પણ જુલમ ગુજારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ન્યાય આપવાના બદલે તેમના પર જુલમ, લાઠી અને ગોળીઓ વરસાવવામાં આવી હતી. રાહુલ ગાંધીએ રજૂઆત કરી તો તેમના સાથે પર દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ફરજિયાત પડી તો કેન્દ્રી શિક્ષણમંત્રીનું રાજીનામુ લઈ લેવામાં આવ્યું હતું, જેથી અમારી માંગણી છે કે જે લોકોએ વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો તેમના પર કડક પગલા લેવામાં આવે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી માંગણી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande