અલવાના બ્રેઈનડેડ અતુલ બી પટેલ ના પરિવારે હૃદય, લિવર, કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કર્યું
ભરૂચ, 03 ઓગસ્ટ (હિ.સ.) હાંસોટ તાલુકાના શક્તિ કેમમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા અલવા ગામના 22 વર્ષીય યુવક અતુલ ભાવેશ પટેલના દાનવીર પરિવારે પોતાના આ પુત્રના અકાળે અવસાનના દુઃખ વચ્ચે 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો માનવતાવાદી નિર્ણય લીધો છે. અકસ્મ
અલવાના બ્રેઈનડેડ અતુલ બી પટેલ ઉ.વ 22ના પરિવારે હૃદય, લિવર, કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કર્યું


અલવાના બ્રેઈનડેડ અતુલ બી પટેલ ઉ.વ 22ના પરિવારે હૃદય, લિવર, કિડની, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કર્યું


ભરૂચ, 03 ઓગસ્ટ (હિ.સ.) હાંસોટ તાલુકાના શક્તિ કેમમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા અલવા ગામના 22 વર્ષીય યુવક અતુલ ભાવેશ પટેલના દાનવીર પરિવારે પોતાના આ પુત્રના અકાળે અવસાનના દુઃખ વચ્ચે 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો માનવતાવાદી નિર્ણય લીધો છે. અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા અતુલના હૃદય, લિવર, બે કિડની, સ્વાદુપિંડ (પેનક્રિયાસ) અને બે ચક્ષુઓનું સફળતાપૂર્વક દાન કરવામાં આવ્યું છે.

ગત 29 જુલાઈએ નોકરી પરથી તેના મિત્ર સાથે મોટરસાયકલમાં ઘરે પરત ફરતી વખતે સુણેવખુર્દ ગામ પાસે અકસ્માત થતા અતુલ પટેલને માથાના ભાગે ગંભીર અકસ્માત નડ્યો હતો. તબીબી સારવાર અર્થે તેને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તબીબોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

શૈશવ પટેલના કિસ્સામાંથી મળી પ્રેરણા મેળવી ડોનેટ લાઈફ' સંસ્થાના તબીબ ડો. અંકિતા રાય અને ટીમના કાઉન્સિલિંગ બાદ, અતુલના માતા રંજનબેન અને ભાઈ દીપકે ભૂતકાળમાં હાંસોટના શૈશવ પટેલના હૃદયદાનના કિસ્સામાંથી પ્રેરણા લઈ અંગદાનની મંજૂરી આપી હતી.

માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા આ પરિવારે જણાવ્યું હતું કે, શરીર તો રાખ થઈ જવાનું છે, પણ અમારા દીકરાના અંગોથી કોઈના ઘરનો દીવો બળતો રહે તે જ સાચું ઈશ્વરીય કાર્ય છે.

અંગોનું વિતરણ અને ટ્રાન્સપ્લાન્ટ અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે જેમકે હૃદય અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં 25 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.અન્ય અંગો કિડની, લિવર અને સ્વાદુપિંડ આઈકેડીઆરસી અમદાવાદ ખાતે દર્દીઓ માટે મોકલવામાં આવ્યા હતા .જયારે ચક્ષુઓનું દાન જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જી.સી નહાર રોટરી આઈ બેન્કે સ્વીકાર્યું હતું.

અંકલેશ્વર ખાતે વંદે ભારત ટ્રેનનું વિશેષ સ્ટોપેજ નહીં હોવા છતાં એક ઐતિહાસિક ઘટના બની હતી. ગઇકાલે 2 ઓગસ્ટના રોજ અંગોને ઝડપથી અમદાવાદ પહોંચાડવા માટે અંકલેશ્વર ખાતે વંદે ભારત ટ્રેનનું નિર્ધારિત સ્ટોપેજ ન હોવા છતાં, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને તાત્કાલિક ઈ-મેલ કરીને ટ્રેનને સ્પેશિયલ સ્ટોપેજ અપાવવામાં આવ્યું હતું.અંકલેશ્વરના સ્ટેશન સુપ્રિટેડન્ટ પરમેશ્વેર સિંહનો સહકાર સાંપડ્યો હતો.

ગ્રીન કોરિડોર બે જગ્યાએ બનાવવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લા પોલીસના સંકલનથી અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલથી રેલવે સ્ટેશન અને આગળ સુધી 2 ગ્રીન કોરિડોર બનાવી અંગોને સમયસર અને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા હતા.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ડોનેટ લાઈફ દ્વારા કુલ 1395 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 558 કિડની, 244 લિવર, 59 હૃદય, 56 ફેફસાં, 10 પેન્ક્રીઆસ, 11 હાથ, 1 નાનું આતરડું અને 456 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1286 વ્યક્તિઓને નવુ જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande