રીઢા NDPS આરોપી સામે PIT-NDPS હેઠળ કાર્યવાહી: SOG વલસાડે અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યો
વલસાડ, 03 ઓગસ્ટ (હિ.સ.) વલસાડ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ માદક પદાર્થોના ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સામે Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances (PIT-NDPS) Act હેઠળ કાર્યવાહી કરીને
આરોપી


વલસાડ, 03 ઓગસ્ટ (હિ.સ.) વલસાડ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ માદક પદાર્થોના ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સામે Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances (PIT-NDPS) Act હેઠળ કાર્યવાહી કરીને તેને અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપ્યો છે.જિલ્લામાં માદક પદાર્થોના સંગ્રહ, વેચાણ અને હેરાફેરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને SOG પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ NDPS એક્ટના રીઢા આરોપીઓ સામે PIT-NDPS હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ ચંદન ઉર્ફે સોનુ કાશીપ્રસાદ સોની રહેવાસી ડુંગરા, કોલોની રોડ, પીરમોરા નગર, વાપી (મૂળ વતન પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ) વિરુદ્ધ અગાઉ ડુંગરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે.પ્રથમ ગુનો ક્રમાંક 11200051201126/2020માં NDPS Act, 1985ની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ નોંધાયો હતો. જ્યારે બીજો ગુનો ક્રમાંક 11200051250100/2025માં કલમ 8(c), 20(b)(ii)(B) અને 29 હેઠળ નોંધાયો હતો. બંને ગુનાઓમાં આરોપી પર માદક પદાર્થોના ગેરકાયદે સંગ્રહ, હેરાફેરી તથા કાવતરામાં સંડોવણીના આરોપો છે.આરોપીની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેના વિરુદ્ધ PIT-NDPS હેઠળ અટકાયતી કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરી CID ક્રાઇમ અને રેલ્વે, ગાંધીનગરને મોકલવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર થતાં આરોપીને 2 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 8:10 કલાકે તેના નિવાસસ્થાનેથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વમાં પીએસઆઈ એસ.આર. સુસલાદે, એએસઆઈ ભાવેશકુમાર મગનભાઈ, એએસઆઈ વિક્રમ મનુભાઈ, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વિક્રમસિંહ, હેડ કોન્સ્ટેબલ અરશદ યુસુફભાઈ, હેડ કોન્સ્ટેબલ નિતીન મનજીભાઈ સહિત SOG વલસાડની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.વલસાડ પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને હેરાફેરીમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande