અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્ય નંદગાંવ દ્વારા અંકલેશ્વરમાં પત્રકાર પરિષદ યોજાઈ
અર્બુદારણ્યની પવિત્ર ભૂમિ પર 29 જુલાઈથી ''સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ''નું આયોજન શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની રહેશે પાવન ઉપસ્થિતિ 4 હજાર વીઘાના ગૌધામમાં 1.56 લાખ ગાયની પથમેડા ગૌશાળામાં સેવા થાય છે તેની માહિતી આપી હતી ભર
અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્ય નંદગાંવ દ્વારા અંકલેશ્વરમાં પત્રકાર પરિષદ યોજાઈ


અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્ય નંદગાંવ દ્વારા અંકલેશ્વરમાં પત્રકાર પરિષદ યોજાઈ


અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્ય નંદગાંવ દ્વારા અંકલેશ્વરમાં પત્રકાર પરિષદ યોજાઈ


અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્ય નંદગાંવ દ્વારા અંકલેશ્વરમાં પત્રકાર પરિષદ યોજાઈ


અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્ય નંદગાંવ દ્વારા અંકલેશ્વરમાં પત્રકાર પરિષદ યોજાઈ


અર્બુદારણ્યની પવિત્ર ભૂમિ પર 29 જુલાઈથી 'સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવ'નું આયોજન

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની રહેશે પાવન ઉપસ્થિતિ

4 હજાર વીઘાના ગૌધામમાં 1.56 લાખ ગાયની પથમેડા ગૌશાળામાં સેવા થાય છે તેની માહિતી આપી હતી

ભરૂચ 03 ઓગસ્ટ (હિ.સ.)

'સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના આધ્યાત્મિક મહોત્સવ અને તે સંબંધિત કાર્યક્રમોની જાણકારી આપવા માટે અંકલેશ્વર માનવ મંદિર ખાતે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.ગૌ માતાની સમક્ષ દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

સિરોહી રાજસ્થાન પરમ પૂજ્ય બ્રહ્મર્ષિ સ્વામી દત્તશરણાનંદજી મહારાજની સત પ્રેરણાથી અર્બુદારણ્ય (રેવદર, સિરોહી)ની પવિત્ર ભૂમિ પર સહસ્ત્ર ગોમાતાઓની મધ્યમાં ભવ્યાતિભવ્ય સુરભિ હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આરાધના મહોત્સવ 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર 2026 (શ્રાવણ - ભાદ્રપદ સંવત 2083) સુધી શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે.જેમાં પાવન સાન્નિધ્ય અનંત વિભૂષિત પશ્ચિમામનાય સામવેદીય દ્વારકા શારદાપીઠાધીશ્વર પ.પૂ. જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં સમગ્ર ચાતુર્માસ આરાધના સંપન્ન થશે.

અભિનવ વ્રજમંડળ મનોરમા ગોલોકતીર્થ અર્બુદારણ્ય નંદગાંવ, રેવદર, સિરોહી રાજસ્થાન.

શ્રી ગોધામ મહાતીર્થ પથમંડા લોક પુણ્યાર્થ ન્યાસ

ગૌ-સેવા અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ

સંસ્થા દ્વારા જણાવ્યા અનુસાર, આ સમગ્ર ચાતુર્માસ દરમિયાન હજારો ગોમાતાઓની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા-અર્ચના, કથા, જપ-તપ અને ગૌ-સેવાના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ-સંતો ગૌ-આરાધના અને ચાતુર્માસની પવિત્ર ઊર્જાનો લાભ લેવા પધારશે.

પથમેડા ગૌધામના રાષ્ટ્રીય મહામંત્રી અર્જુનસિંહ રાજપુરોહિત અને સીઈઓ આલોકજીએ સંપૂર્ણ માહિતી આપતા 4 હજાર વીઘામાં આ ગૌધામ છે જે દરેક ગૌભક્તોના દાનથી સંચાલિત છે .1.56 લાખ ગાયની પથમેડા ગૌધામમાં સેવા થાય છે .ગૌસેવાનું નામ આવે ત્યાં કોઈ જાતિ જ્ઞાતિ આવતી નથી દરેક સમાજ એકજૂથ થઈ જાય છે.ગૌ માતાની કૃપા હોય તો દરેક કાર્ય પાર પડે છે આપણે તો માધ્યમ છીએ બાકીતો ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે.અમે જે પણ યોગદાન આપી શકીએ તે કરવા તત્પર છીએ .

આ પ્રસંગે યોગેશ પટેલે 1 લાખનું દાન પથમેડા ગૌધામમાં દાનની શરૂઆત કરી હતી.ઉતરાયણ વખતે અંકલેશ્વરમાં 5 દિવસમાં 23.15 લાખની સેવા મેળવી હતી.A 2 દૂધ વિશ્વમાં માત્ર ભારતની દેશી ગાયનું જ મળે છે .ગૌધામમાં સાક્ષાત વ્રજમાંથી ઠાકોરજી બિરાજમાન છે ત્યારથી ગાયો પણ સ્વસ્થ્ય રહે છે .ગાય માતા આધારીત 13 હજાર મંત્રો વેદોમાં લખેલા છે જે ગૌશાળામાં લખેલા છે .ચાતુર્માસનું આમંત્રણ ,નિધિ સમર્પણ અને મંદિરના કાર્યને ગતિ આપવા આજની બેઠકનો હેતુ હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande