હવે એઆઈના માધ્યમથી લોકોને મળશે ફક્ત 1 કલાકમાં બ્લડ : જામનગરના આંગણેથી સેવાકીય પહેલ
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ઇમરજન્સીમાં બ્લડ ડોનર શોધવામાં થતો વિલંબ, યુવાનો માટે રોજગારની અનિશ્ચિતતા અને ઉદ્યોગકારોને યોગ્ય કર્મચારી ન મળવાની સમસ્યા જેવા ત્રણ મોટા પડકારોનો ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલ લાવવાના પ્રયાસરૂપે રોટરી ક્લબ ઓફ ઇમેજીકા દ્વારા
બ્લડ ડોનેશન


જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : ઇમરજન્સીમાં બ્લડ ડોનર શોધવામાં થતો વિલંબ, યુવાનો માટે રોજગારની અનિશ્ચિતતા અને ઉદ્યોગકારોને યોગ્ય કર્મચારી ન મળવાની સમસ્યા જેવા ત્રણ મોટા પડકારોનો ટેક્નોલોજીના માધ્યમથી ઉકેલ લાવવાના પ્રયાસરૂપે રોટરી ક્લબ ઓફ ઇમેજીકા દ્વારા બે મહત્વાકાંક્ષી સમાજસેવા પ્રોજેક્ટની પ્રી-લૉન્ચિંગ બેઠક યોજાઈ હતી. તેમાં રોટરી બ્લડ સેવા અને રોટરી રોજગાર પ્રોજેક્ટના ટેસ્ટિંગ, આયોજન અને અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી.

આ પહેલ હેઠળ બ્લડની જરૂરિયાત સમયે ઉપયોગ માટે એક વિશેષ મોબાઇલ નંબર જાહેર કરવામાં આવશે. જરૂરિયાતમંદ વ્યક્તિ તે નંબર પર માત્ર મેસેજ કરશે, ત્યારબાદ સિસ્ટમ રજિસ્ટર્ડ બ્લડ ડોનર્સ સુધી માહિતી પહોંચાડશે અને શક્ય તેટલા ઓછા સમયમાં ડોનર સાથે સંપર્ક કરાવવાનો પ્રયાસ થશે. આયોજકોનો દાવો છે કે એક કલાકની અંદર મદદ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

બીજી તરફ, રોટરી રોજગાર પ્રોજેક્ટ દ્વારા યુવાનોને નિઃશુલ્ક AI આધારિત તાલીમ આપી રોજગાર માટે તૈયાર કરવામાં આવશે. સાથે જ ઉદ્યોગકારોને યોગ્ય ઉમેદવારો પસંદ કરવામાં સહાય મળી રહે, જેથી ભરતી પ્રક્રિયામાં સમય, ટ્રેનિંગ ખર્ચ અને માનવશક્તિની બચત થઈ શકે. આદ્યુનિક ટેકનોલોજી સમાજ માટે વિવિધ સેવાકીય સુવિધાઓના પણ સ્ત્રોત ખોલી રહી છે.

આ સમગ્ર પ્રોજેક્ટના વિકાસમાં રોટરી ક્લબ ઓફ ઇમેજીકાના આશરે 40 સભ્યો તેમજ જીજી બ્લડ બેન્કનીટીમે પણ સક્રિય સહયોગ આપ્યો છે. બંને પ્રોજેક્ટ પર દોઢ વર્ષ કી સભ્ય કામ કરી રહ્યા છે.

ચાલુ ઓગસ્ટ મહિનામાં આ પ્રોજેક્ટનો પાયલોટ તબક્કો જામનગરમાં શરૂ કરવામાં આવશે. જો તેનું પરિણામ સફળ રહેશે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને ત્યારબાદ દેશભરમાં આ મોડેલને અમલમાં મૂકવાની યોજના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande