જામનગર શહેર-જિલ્લામાં 4 જુગારધામો પર પોલીસના દરોડા : 5 મહિલાઓ સહિત 30 ઝડપાયા
જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ વધુ તેજ બનતી જઈ રહી છે. છેલ્લા એક જ દિવસમાં શહેર અને જિલ્લાના ચાર અલગ-અલગ સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડીને ૨૫ પુરુષ અને પાંચ મહિલાઓ સહિત કુલ 30 જુગારીઓને ઝડ
જુગાર


જામનગર, 03 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ વધુ તેજ બનતી જઈ રહી છે. છેલ્લા એક જ દિવસમાં શહેર અને જિલ્લાના ચાર અલગ-અલગ સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડીને ૨૫ પુરુષ અને પાંચ મહિલાઓ સહિત કુલ 30 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચારેય કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.97,020ની રોકડ, ગંજીપત્તાના 156 પાના તેમજ ઘોડીપાસાના બે પાસા કબજે કરી તમામ સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગીંગણી ગામે પેટ્રોલ પંપ નજીક પીપળાના ઝાડ નીચે જાહેરમાં ચાલતા તીનપત્તી (રોન પોલીસ) જુગાર પર દરોડો પાડી વલભ સવજીભાઈ સાપરીયા, નિલેશ પ્રવીણભાઈ ડાભી, ગોવિંદ મગનભાઈ ડોડવાડિયા, ભુપત ગોવિંદભાઈ ડાભી, અશ્વિનગીરી દોલતગીરી ગોસાઈ અને રાજન મેઘજીભાઈ વાંરસકિયાને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રૂ.13,780ની રોકડ અને ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ નાગરિક આરોપીને બી.એન.એસ.એસ. કલમ 35(3) મુજબ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

જામનગર શહેરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાપા યોગેશ્વરધામ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી (રોન પોલીસ) જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.41,480ની રોકડ અને ગંજીપત્તાના પાના કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે કે.પી.શાહની વાડી, ચાર ચોક વિસ્તારમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.27,950ની રોકડ અને ઘોડીપાસાના બે પાસા કબજે કર્યા હતા. તમામ આરોપીઓને બી.એન.એસ.એસ. કલમ 35(3)(1) મુજબ નોટિસ આપી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે વિભાપર ગામની મધુરમ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તી (રોન પોલીસ) જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી 4 પુરુષ અને 5 મહિલાઓ સહિત કુલ 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મુકેશ ધવલભાઈ મેહતા, યોગેશગીરી જગદીશગીરી ગોસાઈ, રાજેશભાઈ રામનાથભાઈ કંથળ, ભરતસિંહ ઉમેદસિંહ વાઘેલા, ગીતાબેન ધવલભાઈ મેહતા, રાધિકાબેન રમેશભાઈ લાઠીયા, શાંતિબેન હિતેષભાઈ પરમાર, પ્રિયંકાબેન રાજેશભાઈ કંથળ અને કંચનબેન રમેશભાઈ સચદેવ સામે કાર્યવાહી કરી હતી.

સ્થળ પરથી રૂ.13,810ની રોકડ અને ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(3) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમની સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande