ગોરસર ગામે ચાલતા જુગારધામ પર દરોડા 1લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે.
પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ માધવપુર પોલીસ મથક વિસ્તારના ગોરસર ગામમાં ટોલનાકા સામે પવનચક્કી પાસે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને સ્થળ પરથી રૂ. 1,04,600ની રોકડ
ગોરસર ગામે ચાલતા જુગારધામ પર દરોડા 1લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે.


પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ માધવપુર પોલીસ મથક વિસ્તારના ગોરસર ગામમાં ટોલનાકા સામે પવનચક્કી પાસે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને સ્થળ પરથી રૂ. 1,04,600ની રોકડ, 52૫ત્તા અને એક ચાર્જિગ લેમ્પ સહિત કુલ રૂ 1,04,600નો મુદામાલ કબ્જે કર્યો છે. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં નાગાજણ રામ પરમાર, ભરત કારા પરમાર , નીલેશ નાગાજણ ખુટી , રામ ઉકા પરમાર , રામ આત્યા ખુટી , પૂંજા ભીખા પરમાર , જખરા વિરમ પરમારઅને ભરત ઉર્ફે બોરીચા પોપટ ખુટી નો સમાવેશ થાય છે.આ સમગ્ર કાર્યવાહી એલસીબીના

કામગીરીમાં એએસઆઈ બટુક વીંઝુડા, રાજેન્દ્ર જોષી, ઉદય વરુ, રણજીતસિંહ દયાતર, ગોવિંદ મકવાણા, મુકેશ માવદિયા, કુલદીપસિંહ જાડેજા,હેડ કોન્સ્ટેબલ સલીમ પઠાણ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ નટવર ઓડેદરા, અજય ચૌહાણ અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande