પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ સાથે ટેટ-1 પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં હલ્લાબોલ
ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ) : આજે ગાંધીનગરમાં ટીચર એલિજિબલિટી ટેસ્ટની ચાર મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા 700થી વધુ રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત માટે પહોંચ્યા હતા. ટીચર એલિજિબલિટી ટેસ્ટ પાસ થયેલા ઉમેદવારો 700થી વધુ ઉમેદવા
TET-1 passed candidates protest in Gandhinagar demanding release of provisional merit list


TET-1 passed candidates protest in Gandhinagar demanding release of provisional merit list


ગાંધીનગર, 03 ઓગસ્ટ (હિ.સ) : આજે ગાંધીનગરમાં ટીચર એલિજિબલિટી ટેસ્ટની ચાર મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા 700થી વધુ રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત માટે પહોંચ્યા હતા.

ટીચર એલિજિબલિટી ટેસ્ટ પાસ થયેલા ઉમેદવારો 700થી વધુ ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચી ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની માગ કરી છે.

ઉમેદવારોનો આક્ષેપ છે કે, કોર્ટ કેસનું બહાનું આગળ ધરી ભરતી પ્રક્રિયામાં વિલંબ કરાઈ રહ્યો છે. મહિલા ઉમેદવારે રોષ ઠાલવતા કહ્યું કે, અમે આતંકવાદી નથી, અમને વિદ્યા સમીક્ષા કેન્દ્રના વોશરૂમનો પણ ઉપયોગ કરવા ન દેવાયો.

TET-1ની ભરતી પ્રક્રિયા ચાર મહિનાથી અટકાવવામાં આવી છે. જેના કારણે પાસ થયેલા ઉમેદવારોમાંથી 700 જેટલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત માટે પહોંચ્યા હતા. ઉમેદવારોનું કહેવું છે કે ભરતી પર કોઈ સ્ટે નથી અને કાયમી ભરતી સાથે કોર્ટ કેસને જોડીને સમગ્ર પ્રક્રિયા અટકાવવી યોગ્ય નથી.

ઉમેદવારોએ આક્ષેપ કર્યો કે આશરે 700 નાપાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા કોર્ટ કેસને કારણે 10,160 TET-1 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. ઉમેદવારોનો સવાલ છે કે કોર્ટ કેસમાં સંકળાયેલા ઉમેદવારોને ભરતીમાં સામેલ ન કરવાની જોગવાઈ કરી શકાય તેમ હોય તો સમગ્ર ભરતી પ્રક્રિયા કેમ અટકાવવામાં આવી રહી છે?

ઉમેદવારો વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા.

ઉમેદવારોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન પણ તેમને અગાઉથી મળતો ‘કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તેથી ભરતી આગળ વધી શકે નહીં’ એવો જ જવાબ મળ્યો હતો. જેના પગલે ઉમેદવારોમાં વધુ રોષ જોવા મળ્યો હતો.

ઉમેદવારોએ કહ્યું કે તેઓ વર્ષોથી પરીક્ષાની તૈયારી કરીને TET-1 પાસ થયા છે, પરંતુ ભરતી અટકી જતાં 10,160 પાસ ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. જો કોર્ટ કેસના અંતિમ ચુકાદાની રાહ જોવામાં આવશે તો આગામી બે-ત્રણ વર્ષ સુધી ભરતી અટકી રહેશે.

હવે ઉમેદવારોએ સરકારને સમયમર્યાદા આપી છે. ઉમેદવારોની સ્પષ્ટ માગ છે કે જો 7 ઓગસ્ટ સુધી PML જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટે, સોમવારે હાલની સંખ્યા કરતાં પણ વધુ ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થશે અને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે.

ઉમેદવારોએ વધુમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે. તેમણે કહ્યું કે જો સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.આગામી તબક્કે ગાંધીનગરમાં જંતર-મંતર ખાતે થયેલા આંદોલન જેવું મોટું આંદોલન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande