ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 556 રૂપિયા સુધી રહ્યા.
ભાવનગર,03 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે અલગ અલગ જણસ નું વેચાણ કરવામાં આવ્યું હતું ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અલગ અલગ પાકો લઈને વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા આજે મહુવા મા
યાર્ડ ફાઈલ ફોટો


ભાવનગર,03 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે અલગ અલગ જણસ નું વેચાણ કરવામાં આવ્યું હતું ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અલગ અલગ પાકો લઈને વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 2427 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 80 રૂપિયાથી લઈને 556 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના 169 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 190 રૂપિયાથી લઈને 222 સુધી પ્રતિમણે ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે રહ્યો હતો.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 12448 નંગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 675 રૂપિયાથી લઈને 2305 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે આજે અલગ અલગ મગફળીનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં મગફળી મગડી નો ભાવ 1374 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી 32 નો ભાવ 1272 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી 39 નો ભાવ 11142 સુધી રહ્યો હતો જ્યારે મગફળી જી 20 નો ભાવ 726 થી લઈને 1425 રૂપિયા સુધી રહ્યો હતો આજે 145 ગુણી મગફળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું.

આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 26 કટ્ટા એરંડાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 1190 રૂપિયાથી લઈને 1380 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે જુવારના 88 કટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 448 રૂપિયાથી લઈને 1,206 રૂપિયા સુધી રહ્યા હતા આ સાથે જ આજે ઘઉં ટુકડાના 1050 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 436 થી લઈને 585 રૂપિયા સુધી રહ્યો હતો. આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 1880 રૂપિયાથી લઈને 2530 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે કાળા તલનો ભાવ 1780 રૂપિયાથી લઈને 3,716 રૂપિયા સુધી રહ્યો હતો આજે 117 કટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande