રાણાવાવ પોલીસે વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો.
પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) રાણાવાવ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને જામનગર સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનાઓમાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી પોરબંદર જ
રાણાવાવ પોલીસે વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો.


પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) રાણાવાવ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને જામનગર સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનાઓમાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી.પકડાયેલ આરોપીની ઓળખ રોહિત ચંદુલાલ લીંબડ (ઉ.વ. 42), વ્યવસાય ડ્રાઈવિંગ, રહે. શંકર ટેકરી, સુભાષપરા, શેરી નં. 2, જામનગર તરીકે થઈ છે. આરોપી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને જામનગર સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉથી પ્રોહિબિશન, જી.પી. એક્ટ, આઈપીસી, બી.એન.એસ. અને મોટર વ્હીકલ એક્ટ સહિતના વિવિધ કાયદા હેઠળ કુલ 21 ગુનાઓ નોંધાયેલા છે, જેના કારણે તે ગ્રેજ્યુએટ (હેબિચ્યુઅલ) આરોપી તરીકે ઓળખાય છે. આ સમગ્ર કાર્યવાહી રાણાવાવ પોલીસ સ્ટેશનના કામગીરીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર. વી. મોરી, એએસઆઈ ડી. પી. વરૂ, પોલીસ હેડ કોન્સ્ટેબલ બી. જે. દાસા, એ. કે. લુવા, કે. પી. ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, ભરત કાનાભાઈ અને નાથા સરમણભાઈ જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande