મકરપુરા બસ સ્ટેશન સામે ગંભીર અકસ્માત: એસટી બસની ટક્કરે યુવાનનું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત
વડોદરા, 03 ઓગસ્ટ (હિ.સ.) : શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક જીવલેણ અકસ્માત સામે આવ્યો છે. મકરપુરા એસટી બસ ડેપો સામે એસટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર
એસટી બસ થી મોત


એસટી બસ


એસટી બસ


એસટી બસ થી મોત


વડોદરા, 03 ઓગસ્ટ (હિ.સ.) : શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક જીવલેણ અકસ્માત સામે આવ્યો છે. મકરપુરા એસટી બસ ડેપો સામે એસટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, અકસ્માતમાં હેમંત કમલેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મિલન વિજયભાઈ તડવી અને અનિકેત સુરેશભાઈ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ત્રણેય યુવકો જાંબુવા ગામ સામે આવેલા વુડા આવાસના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પરિવારજનો પણ દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકના પરિવારજનોએ અકસ્માત માટે જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

આ ઘટનાએ ફરી એકવાર વડોદરામાં માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને નાગરિકો માર્ગ સુરક્ષા માટે વધુ અસરકારક પગલાં ભરવા, જોખમી વિસ્તારોમાં દેખરેખ વધારવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પ્રશાસનને અપીલ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande