



પોરબંદર, 03 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ બેડામાં વર્ષો સુધી નિષ્ઠા,
પ્રામાણિકતા અને ફરજનિષ્ઠા સાથે સેવા બજાવી નિવૃત્ત થયેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એમ. સૈયદ (મહિલા પોલીસ સ્ટેશન) તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પોપટભાઇ સીડા (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ – BDDS)ના સન્માનમાં ડી.ટી.સી. હોલ ખાતે ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ડીવાયએસપી ઋતુ રાબા અને સુરજીત મહેડુની ઉપસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓની લાંબી અને ઉત્કૃષ્ટ સેવાઓને યાદ કરી તેમનું શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે પોલીસ સેવામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અધિકારીઓનું યોગદાન હંમેશા યાદ રહેશે. કે. એમ. સૈયદ અને પોપટ સીડાએ પોતાની ફરજદરમિયાન શિસ્ત,જવાબદારી અને સમર્પણથી સેવા આપી પોલીસ વિભાગની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.નિવૃત્ત અધિકારીઓને તેમના નવા જીવનપ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવતાં તમામ અધિકારીઓએ તેઓ સ્વસ્થ, સુખી અને આનંદમય નિવૃત્ત જીવન વિતાવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ વિદાય સમારોહમાં પોરબંદર જિલ્લા પોલીસના અધિકારીઓ, વિવિધ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓ તેમજ સહકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના સેવાકીય યોગદાનને બિરદાવ્યું
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya