
ગૌહાટી, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) અસમની કછાર પોલીસે નશીલા પદાર્થોની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતાં એક વાહનમાં બનાવાયેલા ગુપ્ત ચેમ્બરમાંથી 80,000 યાબા ટેબ્લેટ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની અંદાજિત કિંમત લગભગ 16 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, સોમવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ કાર્યવાહી અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, મામલામાં એક આરોપીને હિરાસતમાં લેવામાં આવ્યો છે અને પોલીસ આગળની તપાસ કરી રહી છે.
મુખ્યમંત્રીએ અસમ પોલીસની આ કાર્યવાહી બદલ પ્રશંસા કરતાં કહ્યું કે, ભારે માત્રામાં નશીલા પદાર્થોની આ ખેપ રસ્તાઓ સુધી પહોંચે તે પહેલાં જ અટકાવી દેવામાં આવી. તેમણે તેને નશા સામે રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા અભિયાનની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા ગણાવી.
ફિલહાલ, પોલીસ એ જાણવા માટે તપાસ કરી રહી છે કે, યાબા ટેબ્લેટની આ ખેપ ક્યાંથી લાવવામાં આવી હતી અને તેને ક્યાં પહોંચાડવાની હતી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ