
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે એક્સ પર શેર કરેલા સુભાષિતમાં મનુષ્યે શુભ અને કલ્યાણકારી વિચારોનું જ ચિંતન કરવા પર પ્રકાશ પાડ્યો.
વડાપ્રધાન મોદીએ એક્સ પર સંસ્કૃતનો એક શ્લોક લખ્યો,
'यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः । अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः ।।'
જેનો અર્થ છે કે, મનુષ્ય જે વિષય કે વસ્તુ વિશે વારંવાર વિચારે છે, તેનું મન ધીમે ધીમે તે જ તરફ આકર્ષિત થવા લાગે છે. એટલે આપણે હંમેશા સારા, શુભ અને કલ્યાણકારી વિચારોનું જ ચિંતન કરવું જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ