
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ સ્થિત સ્ટેટ યુનિવર્સિટી ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં મહાત્મા ગાંધી સેન્ટરની મુલાકાત લીધી.
વડાપ્રધાન મોદીએ સોમવારે 'એક્સ' પર લખ્યું, રવિવારે તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં મહાત્મા ગાંધી સેન્ટરની મુલાકાત અનેક કારણોસર રસપ્રદ રહી. અહીં ઇન્ડોલોજી (ભારતીય અધ્યયન)નું એક જીવંત વાતાવરણ જોવા મળ્યું. ભારત વિશે વાંચવા અને જાણવા માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. અહીં ગાંધીના જીવન પર ઘણું કામ થયું છે. અહીંના લોકોમાં તમિલ સંસ્કૃતિમાં પણ રસ વધી રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ મારી લખેલી કવિતાઓની કેટલીક પંક્તિઓ પણ સંભળાવી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી શનિવારથી ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની ચાર દિવસીય યાત્રા પર છે. આ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શફકત મિર્ઝિયોયેવ સાથે વેપાર અને રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ તથા ઊર્જા ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત કરવા પર ચર્ચા કરશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ