
અમરેલી04 ઓગસ્ટ (હિ.સ.)
અમરેલી જિલ્લાના ધારી–અમરેલી રોડ પર આવેલા ચલાલા નજીક માણીલા ગામ પાસે આજે એક કાર પાણીમાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રોડ પર પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થતી વખતે કારનો ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન રસ્તા પરથી ઉતરી પાણીમાં જઈ પડ્યું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મદદ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોએ જણાવ્યું કે વરસાદી મોસમ દરમિયાન આ વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી ભરાયેલા રસ્તા પર વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર પણ સ્થળ પર પહોંચ્યું હતું અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને પાણી ભરાયેલા માર્ગો પર ધીમી ગતિએ વાહન ચલાવવા અને જરૂરી હોય ત્યાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai