પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે મેયરના જન્મ દિવસ નિમિતે ભોજન સમારંભ યોજાયો.
પોરબંદર , 04 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવામાં દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપતા સફાઈ કર્મચારીઓ, ડ્રાઇવરઓ, SSI (સબ સેનિટરી ઇન્સ્પેક્ટર), SI તેમજ તમામ વોર્ડ સુપરવાઈઝરોના સન્માનાર્થે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી
પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે મેયરના જન્મ દિવસ નિમિતે ભોજન સમારંભ યોજાયો.

પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે મેયરના જન્મ દિવસ નિમિતે ભોજન સમારંભ યોજાયો.

પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે મેયરના જન્મ દિવસ નિમિતે ભોજન સમારંભ યોજાયો.

પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે મેયરના જન્મ દિવસ નિમિતે ભોજન સમારંભ યોજાયો.

પોરબંદર , 04 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવામાં દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપતા સફાઈ કર્મચારીઓ, ડ્રાઇવરઓ, SSI (સબ સેનિટરી ઇન્સ્પેક્ટર), SI તેમજ તમામ વોર્ડ સુપરવાઈઝરોના સન્માનાર્થે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેયરના જન્મદિવસના અવસરે યોજાયેલા આ અનોખા કાર્યક્રમનું આયોજન તન્ના હોલ, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના તમામ વોર્ડના સફાઈ કર્મચારીઓ, ડ્રાઇવરઓ, SI, SSI અને સુપરવાઈઝરઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેયર ના મિત્રો તથા પરિવારજનોની હાજરી માં આ ભોજન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા સફાઈ મિત્રોના અવિરત પરિશ્રમ અને સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું. રોજિંદા જીવનમાં શહેરને સ્વચ્છ રાખવા માટે તેઓ જે નિષ્ઠા અને જવાબદારીથી કાર્ય કરે છે, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમની વિશેષતા એ રહી કે મેયરએ પોતાના જન્મદિવસની ઉજવણીને અનોખો અને સમાજલક્ષી સ્પર્શ આપી તેમના પ્રત્યે સન્માન અને આદર વ્યક્ત કર્યો. સફાઈ કર્મચારીઓએ પણ મેયરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના આ નવતર અને સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરી હતી.

આ પહેલ દ્વારા સમાજમાં સ્વચ્છતા માટે કાર્યરત કર્મચારીઓના સન્માન અને તેમના યોગદાનને યોગ્ય માન્યતા આપવાનો સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાની આ અનોખી પહેલને સૌએ આવકારી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande