જામનગરમાં ગંદકી ફેલાવતા 378 વેપારીઓ સામે કાર્યવાહી : મનપાએ રૂ.2.28 લાખનો દંડ વસૂલ્યો
જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગંદકી ફેલાવતા 378 વેપારીઓ પાસેથી કુલ રૂ.2.28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી કોમર્શિયલ એકમો અને દુકાનોની આસપાસ સ્વચ્છતા સુનિશ્ચિત
જામનગરમાં ગંદકી ફેલાવતા 378 વેપારીઓ સામે કાર્યવાહી


જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગંદકી ફેલાવતા 378 વેપારીઓ પાસેથી કુલ રૂ.2.28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી કોમર્શિયલ એકમો અને દુકાનોની આસપાસ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.મહાનગરપાલિકા દ્વારા અગાઉ શહેરના અંદાજે 2100 કોમર્શિયલ એકમો અને દુકાનદારોને ન્યૂસન્સ નોટિસો આપવામાં આવી હતી. આ નોટિસોનો હેતુ વેપારીઓને તેમના ધંધા-સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનો હતો.જોકે, નોટિસો આપ્યા છતાં કેટલાક વેપારીઓ દ્વારા દુકાન બહાર કચરો નાંખવો, ડસ્ટબિન ન રાખવો અને રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતી હતી. આ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફિક પુરાવા એકત્ર કરીને મહાનગરપાલિકાએ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં, ગંદકી ફેલાવતા 378 વેપારીઓ અને દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમની પાસેથી કુલ રૂ.2.28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાએ તમામ વેપારીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની દુકાન અને ધંધા-સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવે. કચરો ફક્ત ડસ્ટબિનમાં જ રાખે અને તેનો નિકાલ મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વાહનમાં જ કરે, જેથી શહેરની સ્વચ્છતા અને જનઆરોગ્ય જળવાઈ રહે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande