30 ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી
પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લામાં જાહેર વ્યવસ્થા ભંગ કરનાર અને અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હારીજના મંગળજી કરણજી ઉર્ફે કરણાજી મથુરજી ઠાકોર સામે પાટણ LCB પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ આરોપીની અટકાયત કરીને તે
30 ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી


પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.)

પાટણ જિલ્લામાં જાહેર વ્યવસ્થા ભંગ કરનાર અને અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હારીજના મંગળજી કરણજી ઉર્ફે કરણાજી મથુરજી ઠાકોર સામે પાટણ LCB પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ આરોપીની અટકાયત કરીને તેને ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક વી. કે. નાયીના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સપેક્ટર આર. જી. ઉનાગરના સુપરવિઝનમાં PCC સેલે આરોપીનો ગુનાહિત ઇતિહાસ એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. તેના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે અટકાયતી હુકમ જાહેર કર્યો હતો, ત્યારબાદ LCB ટીમે આરોપીને ઝડપી કાર્યવાહી પૂર્ણ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, લૂંટ, હત્યાના પ્રયાસ, રાયોટિંગ, મારામારી અને હથિયાર ધારા સહિત કુલ 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર કાર્યવાહી LCB પાટણ અને હારીજ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande