
વડોદરા ,04 ઓગસ્ટ (હિ.સ.) માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામ બાદ એક રસપ્રદ ઘટના સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીની હાર બાદ મહેન્દ્રસિંહ બાપુએ અગાઉ જાહેરમાં કરેલી પ્રતિજ્ઞા અનુસાર પોતાની દાઢી અને મૂછ ઉતારીને પોતાનું વચન પૂર્ણ કર્યું હતું.
ચૂંટણી પ્રચાર દરમિયાન મહેન્દ્રસિંહ બાપુએ જાહેરમાં એવી પ્રતિજ્ઞા લીધી હોવાનું જણાવાયું હતું કે ચૂંટણીના પરિણામને આધારે તેઓ દાઢી-મૂછ ઉતારશે. પરિણામ જાહેર થયા બાદ તેમણે પોતાના શબ્દને સાચો ઠેરવી દાઢી-મૂછ ઉતારી હતી.
આ ઘટનાની જાણ થતાં સમર્થકો અને સ્થાનિકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ જોવા મળી હતી. ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
રાજકીય પરિણામ બાદ મહેન્દ્રસિંહ બાપુ દ્વારા પોતાની જાહેર પ્રતિજ્ઞા પૂર્ણ કરાયાની આ ઘટના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ