હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એન.એસ.એસ. શાખા દ્વારા એમ.બી.એ. હોલ ખાતે ''નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત'' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વ્યસનમુક્ત બનાવી 2047ના વિકસિત ભારતના સંકલ્પ સ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નશા મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એન.એસ.એસ. શાખા દ્વારા એમ.બી.એ. હોલ ખાતે 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વ્યસનમુક્ત બનાવી 2047ના વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનો હતો. કુલસચિવ ડૉ. આર.એન. દેસાઈએ અધ્યક્ષસ્થાને રહી યુવાનોને નશાથી દૂર રહી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં યુથ આઈકોન ધ્વની રાજ્યગુરુ, હાર્ટફુલનેસ સંસ્થાના સુરેન્દ્ર અગ્રવાલ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ડી.એન. પરમાર અને સામાજિક કાર્યકર નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વની રાજ્યગુરુએ સરકારી યોજનાઓ અને નશામુક્ત ભારત અંગે માર્ગદર્શન આપ્યું, જ્યારે સુરેન્દ્ર અગ્રવાલે વિદ્યાર્થીઓને નશામુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

ડૉ. ડી.એન. પરમારે નશા અને ટીબી વચ્ચેના સંબંધ અંગે જાગૃતિ ફેલાવી હતી, જ્યારે નરેશ પટેલે પ્રેરણાદાયી ગીત દ્વારા વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો. અંતે એન.એસ.એસ. શાખા દ્વારા વિદ્યાર્થીઓને 'માય ભારત' પોર્ટલ પર નોંધણી કરાવી નશા મુક્તિની પ્રતિજ્ઞા સાથે ઈ-સર્ટિફિકેટ ડાઉનલોડ કરાવવામાં આવ્યા હતા અને આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande