ખાગેશ્રીમાં ફોરેસ્ટ ગાર્ડપર હુમલો, ત્રણ સામે ગુનો
પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે ફોરેસ્ટ વિભાગના પ્લાન્ટેશનવિસ્તારમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી સરકારી ફરજમાંરૂકાવટ ઊભી કરવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે કુતિયાણાપોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોં
ખાગેશ્રીમાં ફોરેસ્ટ ગાર્ડપર હુમલો, ત્રણ સામે ગુનો


પોરબંદર, 04 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે ફોરેસ્ટ વિભાગના પ્લાન્ટેશનવિસ્તારમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી સરકારી ફરજમાંરૂકાવટ ઊભી કરવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે કુતિયાણાપોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદમુજબ ફોરેસ્ટ ગાર્ડ સતહેમત ચાવડા ખાગેશ્રી ગામના પ્લાન્ટેશન વિસ્તારમાં ફરજ પર હાજર હતા.તે દરમિયાન ત્રણશખ્સો લાકડીઓ સાથેત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ફોરેસ્ટ ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ “અમારી ભેંસો પકડશોતો જીવતા નહીં છોડીએ” તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ દરમિયાન આરોપીઓ પોતાની ભેંસોને સ્થળ પરથી લઈ ગયા હતા અને સરકારી કર્મચારીને તેમની કાયદેસરની ફરજ બજાવવામાં અવરોધ ઊભો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટના અંગે કુતિયાણા પોલીસે જેઠા સીદીભાઈ મોરી, જેઠા સીદીભાઈ મોરીનો પુત્ર તથા અજીત કારાભાઈ મોરી સામે કુતિયાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande