બરોડા ડેરીની ચૂંટણીના ત્રણ મહિના બાદ ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક,દિનુ મામા ફરી ચેરમેન,જી.બી.સોલંકી વાઇસ ચેરમેન
વડોદરા,04 ઓગસ્ટ (હિ.સ.) આજે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે પુનઃ એકવાર દિનેશ પટેલ (દિનુ મામા)ના નામનું મેન્ડેડ આપવામાં આવ્યું છે, જ્યારે વાઇ
Baroda Dairy


વડોદરા,04 ઓગસ્ટ (હિ.સ.) આજે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે પુનઃ એકવાર દિનેશ પટેલ (દિનુ મામા)ના નામનું મેન્ડેડ આપવામાં આવ્યું છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે જી.બી. સોલંકીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય ગણાતી બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજાઈ હતી. બરોડા ડેરીની ચૂંટણીના ત્રણ મહિના બાદ પ્રમુખ-ઉપપ્રમુખની નામ નક્કી કરવામાં આવ્યા છે.

બરોડા ડેરીના ચેરમેન તરીકે પુનઃ એકવાર દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી હતી. તો વાઇસ ચેરમેન તરીકે જી.બી. સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી છે. ભૂતકાળમાં ડેરી અનેક વિવાદોમાં સપડાઈ છે. જિલ્લાના ધારાસભ્યો દ્વારા પ્રમુખના સંચાલકો સામે બાંયો ચઢાવવામાં આવી હતી, ત્યારે ભાજપ પ્રેરિત પેનલમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખના નામ ઉપર પ્રદેશ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

પ્રદેશ તરફથી સહકારિતા વિભાગના સંયોજક બિપિન પટેલ મેન્ડેડ લઈને આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારી સમક્ષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સત્તાવાર રીતે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂંકના એક દિવસ પહેલા જ એક દિવસ પૂર્વે પૂર્વ પ્રમુખ સહિતના સંચાલક મંડળના સભ્યોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આ વિવાદ વચ્ચે આજે પ્રમુખ તેમજ ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande