અલકાપુરીમાં 60 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશાયી, વીજ થાંભલા તૂટ્યા; ફાયર બ્રિગેડે હાથ ધરી કામગીરી
વડોદરા,04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં સવારે એક 60 વર્ષથી વધુ જૂનું વડનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ પડતાં નજીકના વીજ થાંભલાઓને પણ નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે વી
વૃક્ષ


વૃક્ષ


વડોદરા,04 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં સવારે એક 60 વર્ષથી વધુ જૂનું વડનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ પડતાં નજીકના વીજ થાંભલાઓને પણ નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠા પર અસર જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, અલકાપુરી સ્થિત પી.ડબલ્યુ.ડી. ક્વાર્ટર્સ નજીક આવેલું વર્ષો જૂનું વડનું વૃક્ષ અચાનક પડી ગયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વૃક્ષ પડતાં વીજ થાંભલાઓ તૂટી જતાં સુરક્ષાના પગલે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ વૃક્ષને કાપી રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેથી વાહનવ્યવહાર ફરીથી સુચારુ થઈ શકે.

બીજી તરફ, જી.ઈ.બી.ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તૂટેલા વીજ થાંભલાઓ તેમજ વીજ લાઈનોના સમારકામની કામગીરી શરૂ કરી હતી. વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ચોમાસાની મોસમ દરમિયાન જૂનાં અને જોખમી વૃક્ષોને લઈને સ્થાનિકોએ તંત્રને સમયસર સર્વેક્ષણ કરી જરૂરી છાંટણી તથા જાળવણી કરવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande