જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પશુપાલકો-ખેડૂતોને રૂ.2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો અપાશે
જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલી ઘાસચારાની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને, સ્થાનિક ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા કરાયેલી રજૂઆતો અને આંદોલનને સફળતા મળી છે. રાજ્ય સરકારે પશુપાલકો અને ખેડૂતોની હ
ધારાસભ્ય હેમંત ખવાની સફળ રજુઆત


જામનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર જિલ્લાના જામજોધપુર વિસ્તારમાં ઓછા વરસાદને કારણે ઉભી થયેલી ઘાસચારાની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને, સ્થાનિક ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા કરાયેલી રજૂઆતો અને આંદોલનને સફળતા મળી છે. રાજ્ય સરકારે પશુપાલકો અને ખેડૂતોની હાલાકી દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ નિર્ણય હેઠળ, સરકાર દ્વારા વિસ્તારના માલધારીઓ અને ખેડૂતોના પશુઓ માટે માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે સુકો ઘાસચારો પૂરો પાડવામાં આવશે. આ પગલાથી ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા પશુપાલકોને સીધો ફાયદો થશે.

ચોમાસામાં ઓછા વરસાદને કારણે જામજોધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ હતી, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. સરકારના આ સકારાત્મક નિર્ણયથી તેમને આર્થિક બોજમાંથી મોટી રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande