વેરાવળની નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી થઈ
સોમનાથ,4 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ જિલ્લાના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વેરાવળના નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસ’ સેમિનાર યોજાયો હતો.જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પોલીસ વિભાગ
વેરાવળની નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘


સોમનાથ,4 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ જિલ્લાના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વેરાવળના નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસ’ સેમિનાર યોજાયો હતો.જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી.

ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલિયા દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના હેતુઓ તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી મહિલાઓ માટે કાર્યરત સુરક્ષાલક્ષી સેવાઓ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલીકૃત યોજનાઓ વિશે તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

‘શી – ટીમ’ના હર્ષાબેન બારડે વિવિધ મહિલાલક્ષી હેલ્પલાઈન તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર ભાવના વાંજા દ્વારા સપોર્ટ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપી હતી

સખી વન સ્ટોપ સેન્ટરના શ્રદ્ધાબેન દ્વારા ગુડ ટચ બેડ ટચ તેમજ વન સ્ટોપ સેન્ટર મહિલાઓને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશે,

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર તથા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande