સોમનાથ મહાદેવની સાનિધ્યમાં આજોઠા પાસે આવેલું વિક્રમેશ્વર મહાદેવનું મંદિર ભાવિકો માટે આસ્થા, જપ, તપ અને ભગવાન શિવની બિરાજમાન તપોભૂમિ
ગીર સોમનાથ 04 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ વાહિની પવિત્ર સરસ્વતી નદી જેના ચરણ પ્રક્ષાલન કરી રહ્યું છે તેવું આ મંદિર 3000 વર્ષ ઉપરાંતનું પ્રાચીન મંદિર માનવામાં આવે છે એક માન્યતા પ્રમાણે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ રાજાએ કરેલ હતી 18 સ્તંભોવાળું આ મંદિરમાં
સોમનાથ મહાદેવની સાનિધ્યમાં વેરાવળ કોડીનાર હાઇવે


ગીર સોમનાથ 04 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ વાહિની પવિત્ર સરસ્વતી નદી જેના ચરણ પ્રક્ષાલન કરી રહ્યું છે તેવું આ મંદિર 3000 વર્ષ ઉપરાંતનું પ્રાચીન મંદિર માનવામાં આવે છે એક માન્યતા પ્રમાણે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ રાજાએ કરેલ હતી 18 સ્તંભોવાળું આ મંદિરમાં અહીં સૂર્યનારાયણ ભગવાન વૈતાલ, હરસિધ્ધિ માતાજી, રાંદલ માતાજી ની મૂર્તિઓ બિરાજમાન છે કહેવાય છે કે સર્વપ્રથમ સત્યદાસ બાપુ અહીંયા આવ્યા હતા અને 1988 માં તેમણે સમાધિ લીધી હતી પછી અહીં ઉતરોત્તમ ઘણા સંતો આ નુતન કરાયેલ મંદિરની સેવાઓમાં સેવા આપતા રહ્યા છે

આ મંદિરની ધ્યાન ખેંચતી બાબત એ છે કે શનિદેવે વિક્રમરાજાને જે પડકાર ફેંક્યો હતો તેનું નિવારણ અહીં થયું હતું અને જેથી અહીં જ એક વરસ રહી સૂર્યપૂજા અને શિવપૂજા કરી પછી ઉજ્જૈન પ્રસ્થાન કર્યું હતું

આ પાવનકારી જગ્યામાં જે તે સમયમાં રહેતા ગગનગીરીબાપુ એ 12 વર્ષ સુધી ઊભા ખડે પગે રહી તપ કર્યું હતું જેને ખડેશ્વરી તપસ્યા અને બાપુ તરીકે ઓળખવામાં આવતા હતા. શાંત કુદરતની રળિયામણી જગ્યા અને સરસ્વતીના તીરે આવેલું આ શિવાલય ભક્તિ અને જપ તપ તથા દર્શન કરવાનું શ્રેષ્ઠ શિવાલય છે જે તપ- આસ્થા- અને શિવ દર્શનથી જીવન ધન્ય બને છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande