આત્મા પ્રોજેક્ટ સોમનાથ દ્વારા સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે ખેડૂત માર્ગદર્શન માટે કિસાન ગોષ્ઠી નું આયોજન
સોમનાથ, 04 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા શ્રી કારડીયા રાજપૂત સમાજની વાડી, પ્રશ્નાવડા ગામે હાલ ની સીઝનની પરિસ્થિતિ અનુસાર ખેડૂતોને ખેતી અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી કિસાન ગોષ્ઠી નું આયોજન કરવામાં આવેલ. કિસાન ગોષ્ઠ
આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ


સોમનાથ, 04 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા શ્રી કારડીયા રાજપૂત સમાજની વાડી, પ્રશ્નાવડા ગામે હાલ ની સીઝનની પરિસ્થિતિ અનુસાર ખેડૂતોને ખેતી અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી કિસાન ગોષ્ઠી નું આયોજન કરવામાં આવેલ.

કિસાન ગોષ્ઠિમાં ખેડૂતોને બાગાયતી પાકોની ખેતીમાં આવતી સમસ્યા ના નિવારણ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , કોડીનાર ના વૈજ્ઞાનિક આર. જી. બારડ તેમજ પૂજા નકુમ દ્વારા માર્ગદર્શિત કરવામમાં આવેલ.

બાગાયત વિભાગના અધિકારી વિજયસિંહ બારડ દ્વારા બાગાયતી ખેતીની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન તેમજ એક્ષ્પોર્ટ તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. સોમનાથ જીલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે અંગે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તેમજ પ્રાકૃતિક કૃષિના તમામ આયામો અંગે આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પ્રાકૃતિક કૃષિને લગત સરકારની વિવિધ યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવેલ.

આ કિસાન ગોષ્ઠીનું સંપૂર્ણ આયોજન આત્મા વિભાગના કનકસિંહ રાઠોડ અને પ્રકાશ નાઘેરા દ્વારા કરવામાં આવેલ.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande