તાલાલાના ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ હેલ્પલાઈન,1098 ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની માહિતી અપાઈ
સોમનાથ,04 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકાના ડી. એમ. બારડ શૈક્ષણિક સંકુલ, ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ સેમિનાર
તાલાલાના ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની


સોમનાથ,04 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકાના ડી. એમ. બારડ શૈક્ષણિક સંકુલ, ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી.

દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સોનલ રાઠોડે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના હેતુઓ તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓ માટે કાર્યરત સુરક્ષાલક્ષી સેવાઓ અને યોજનાઓ જેવી કે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન સહિતની સેવાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે બાળ સંરક્ષણ આયોગના સભ્ય અમિતા અખિયાએ મહિલા સશક્તિકરણ વિષયક પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી તેમજ ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન યોજાનારા કાર્યક્રમોના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તથા સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને અન્ય ઉપસ્થિતોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ડી. એમ. બારડ શૈક્ષણિક સંકુલના કે. બી. રામ તથા આર. ડી. બારડ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ અવનીબેને નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande