પીપળીયા ગામે મેલેરિયા કેસને લઈ આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લઈ સર્વેલન્સ હાથ ધર્યું
ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તથા મેલેરિયા શાખાની સંયુક્ત ટીમ દ્વારા સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ હેઠળ આવતા પીપળીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. ગામમાં નોંધાયેલા નોન-ઇન્ડીજીનસ મેલેરિયા કેસના અનુસંધ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 04 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તથા મેલેરિયા શાખાની સંયુક્ત ટીમ દ્વારા સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ હેઠળ આવતા પીપળીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. ગામમાં નોંધાયેલા નોન-ઇન્ડીજીનસ મેલેરિયા કેસના અનુસંધાને આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન આરોગ્ય અધિકારીઓએ દર્દીની વિગતો મેળવી જરૂરી તપાસ કરી હતી તેમજ આસપાસના વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી.

મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય ટીમે ઘરોની મુલાકાત લઈને પાણી ભરાયેલા સ્થળોની તપાસ કરી હતી અને મચ્છરોના પ્રજનનસ્થાનો નાશ કરવા અંગે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી.ટીમ દ્વારા ગ્રામજનોને મેલેરિયાથી બચવા માટે સાવચેતી રાખવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો ન થવા દેવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા તેમજ તાવ, શરદી અથવા અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓને સતત દેખરેખ રાખવા, શંકાસ્પદ દર્દીઓના સમયસર બ્લડ સેમ્પલ લેવા અને જરૂરિયાત મુજબ સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જિલ્લામાં મેલેરિયા નિયંત્રણ માટે સતત સર્વેલન્સ, જાગૃતિ અને નિવારક કામગીરી કરવામાં આવી રહી છે જેથી રોગનો ફેલાવો અટકાવી લોકોના આરોગ્યની સુરક્ષા કરી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande